TRAIનો આદેશ..! તો શું 3 દિવસ પછી SMS આવતા બંધ થઈ જશે અને કોઈ OTP નહીં આવે?

TRAI New Rules: Gives 3 days to comply telmarketing SMS rules

ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કહ્યું કે, બેંક (Bank), લોજિસ્ટિક (Logistics) અને ઇ-કોમર્સ (E-Commerce) કારોબાર એકમોને પોતાના ગ્રાહકોને બલ્કમાં કોમર્શિયલ SMS મોકલવા માટે ટેલીમાર્કેટિંગ નિયમોનું પાલન કરવાને લઈ ત્રણ દિવસની અંદર રજિસ્ટ્રેશન પ્રક્રિયા (TRAI new rules) પૂરી કરવી જરૂરી રહેશે. જો આવું કરવામાં નહીં આવે તો તેમના ગ્રાહકોને કોમર્શિયલ SMS મોકલવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. નોંધનીય છે કે, જો આ કંપનીઓએ ટ્રાઇના નિયમો માન્યા નહીં તો ત્રણ દિવસ બાદ બેંક, લોજિસ્ટિક્સ અને ઇ-કોમર્સ કંપનીઓથી મળનારા કોમર્શિયલ SMS બંધ થઈ જશે.

આવી સ્થિતિમાં ગ્રાહકોને બેંકિંગ, શોપિંગ અને અન્ય કાર્યોમાં OTP નહીં આવવાનો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

માત્ર 3 દિવસનો સમય

TRAIએ કહ્યું કે નવા SMS રેગ્યૂલેશન સ્પેમ મેસેજ અને ઓનલાઇન ફ્રોડ પર લગામ લાવવા માટે આ નિયમ (TRAI new rules) કરવામાં આવ્યો છે. TRAIએ કહ્યું કે જે કંપનીઓએ આ રેગ્યૂલેશનનું હજુ સુધી પાલન નથી કર્યું, તેમને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જેથી તેઓ નવા નિયમો મુજબ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી લે.

નહીં તો જે કંપનીઓ 3 દિવસ બાદ પણ જે પણ આ નિયમનું પાલન નહીં કરે તો તેમનું નામ ડિફોલ્ટર કંપની તરીકે વેબસાઇટ પર પોસ્ટ કરી દેવામાં આવશે. TRAIએ કડક શબ્દોમાં કહ્યું કે, જે કંપનીઓ નવા ફ્રેમવર્ક લાગુ નહીં કરે, તો 3 દિવસ બાદ તેમને Bulk SMS મોકલવાથી રોકી દેવામાં આવશે.

8 માર્ચે OTP આવવાનું બંધ થયું

SMS સેવામાં ડિસરપ્શનના કારણે બેંકો, ઈકોમર્સ અને અન્ય કંપનીના SMS આવવામાં ઘણો વિલંબ થઈ રહ્યો હતો. આ સમસ્યા કોઈ એક નેટવર્ક અથવા એપ્લિકેશનની નહોતી પરંતુ તે દરેક જગ્યાએ હતી. CoWIN રજિસ્ટ્રેશન OTP, ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે બેંક ઓટીપી અને અહિયા સુધી કે, સિસ્ટમ બેઝ્ડ ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન OTP આવવામાં પણ ઘણુ મોડું થઈ રહ્યું હતું.

પરંતુ નવા એસએમએસ (SMS) રેગુલેશનને લાગુ કર્યા બાદથી સમસ્યા આવવાની શરૂ થઈ ગઈ હતી. આ કારણે ટ્રાઇએ નવા નિયમને 7 દિવસ માટે રોકી દીધા છે. નવા નિયમોને કારણે ઓટીપી (OTP) અને એસએમએસ મેળવવામાં મુશ્કેલી થવાની ફરિયાદો મળ્યા પછી ટ્રાઇએ આ નિર્ણય લીધો હતો અને કંપનીઓને નવા માળખાને અપનાવવા માટે વધુ 7 દિવસનો સમય આપ્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો…

દિલ્હી હાઇકોર્ટે TRAIને આદેશ આપ્યો હતો કે તેઓ તાત્કાલિક SMS પર રોક લગાવે જેના કારણથી સામાન્ય લોકો છેતરાય નહીં. કોર્ટના આ આદેશનું પાલન કરવા માટે TRAIએ નવી DLT સિસ્ટમ શરૂ કરી. નવી DLT સિસ્ટમમાં રજિસ્ટર્ડ ટેમ્પલેટવાળા દરેક SMSના કન્ટેન્ટને વેરિફાય કર્યા બાદ જ ડિલીવર કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાને સ્ક્રબિંગ કહે છે. આ સિસ્ટમને પહેલા પણ અનેકવાર લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ફાઇનલી તેને સોમવાર 8 માર્ચે લાગુ કરવામાં આવ્યો.

આ પણ વાંચો

હેકર્સથી બચવા તમારા દરેક એકાઉન્ટને આ રીતે સેફ રાખો, જાણો બેસ્ટ ટિપ્સ

કલંકિત કિસ્સો: 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોએ કર્યું આવું કામ


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ