રૂંવાડા કરી દેતો કિસ્સો, દીકરીને પ્રેમી સાથે જોઈ જતા બાપે કરી નાખ્યું આ કામ

By | March 4, 2021

UP Hardio: Man cuts off daughters head

વાત છે ઉત્તરપ્રદેશના હરદોઈ ની. ઉત્તરપ્રદેશના હરદોઈમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જયાં એક પિતાએ પોતાની સગી દીકરીનું માથું ધડથી અલગ કરી દીધું. પાંડેતારા ગામમાં દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની દીકરીનું ધારદાર હથિયારથી માથું વાઢી નાખ્યું અને હાથમાં માથું લઈને પગપાળા પોલીસ સ્ટેશન લઈને જવા લાગ્યો. આ ખોફનાક દ્રશ્યને જોતા ચારેબાજુ સનસનાટી મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, પાંડેયપુરવા વિસ્તારમાં રહેતી 18 વર્ષની નીલમના તેના પિતરાઈ ભાઈ સાથે પ્રેમ સબંધ હતો. મંગળવારે બપોરે પિતા સર્વેશ તેની દીકરીને તેના પ્રેમી સાથે આપત્તીજનક સ્થિતિમાં જોઈ ગયો હતો. અને પછી નીલમ ત્યાંથી ભાગી ગઈ હતી.

કુહાડીથી ધડ કાપી નાંખ્યું…

આ કંપાવનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. આ સમયે રસ્તાથી પસાર થઈ રહેલા પોલીસકર્મીની નજર અચાનક હત્યારા પિતા પર પડી તો તે પણ ચોંકી ગયો. પોલીસકર્મી તેને પોલીસ સ્ટેશન લઈને આવ્યો જ્યાં હત્યારા પિતાએ સમગ્ર ઘટના વર્ણવી.

વેસ્ટ ઇન્ડીઝના આ ખેલાડીએ લગાવ્યા એક ઓવર માં છ છગ્ગા, યુવરાજના રેકોર્ડની કરી બરાબરી

મળતી માહિતી મુજબ દીકરીને પ્રેમ પ્રસંગમાં વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ ગુસ્સા પર કાબૂ ન રહેતા પિતાએ દીકરીનું માથું વાઢીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધીક્ષક અનુરાગ વત્સ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. એસપીએ જણાવ્યું કે મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

UP Hardoi Crime News

એએસપી કપિલ દેવે કહ્યું કે પિતાની ધરપકડ કરી લેવાઇ છે. તેની પાસેથી દીકરીનું કાપેલું માથું કબ્જામાં લઇ લીધું. આ દરમ્યાન એક સિપાહીએ માથાને વાળથી પકડયું હતું. આ સિપાહીને સસ્પેન્ડ કરી દેવાયો છે.

એએસપીએ કહ્યું કે કોઇએ આ ફોટો ટ્વીટ કર્યો હતો. તેને ધ્યાનમાં લેતા આ કાર્યવાહી કરાઇ છે. એએસપીએ કહ્યું કે સિપાહીનું આ કૃત્ય માનવ ગરિમાની વિપરીત છે. તો આને લઇ સોશિયલ મીડિયા પર લોકો સસ્પેન્શનને ખોટું ગણાવી રહ્યા છે.

પોલીસ પહોંચેલા આરોપી પિતાએ કહ્યું કે દીકરીનું માથું છે. કાપીને લાવ્યો છું, ધડ રૂમમાં પડ્યું છે. બે દિવસથી કંઇ ખાધું-પીધું નથી, હવે મને શાંતિ થઇ.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ