અનુષ્કાના ખોળામાં પુત્રી વામિકા, ‘વુમન્સ ડે’ પર વિરાટ કોહલીએ લખી ઈમોશનલ પોસ્ટ

By | March 8, 2021

Virat Kohli shares Vamika pic in these Woman's Day 2021

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, બૉલીવુડ અને સ્પોર્ટ્સની દુનિયાના સૌથી લોકપ્રિય અને ક્યૂટ કપલ્સ માંથી એક છે. બંને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પીછેહઠ કરતા નથી. આજે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહયો છે એવામાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા માટે એક સ્પેશિયલ પોસ્ટ (Virat Kohli Womens Day Post) લખી છે.

11 માર્ચથી 1 એપ્રિલ સુધી કુંભ રાશિમાં રહેશે બુધ, જાણો દરેક રાશિના જાતકો પર શું પડશે અસર

આ પોસ્ટમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માને સૌથી શકિતશાળી મહિલા ગણાવી છે. વળી, જ્યારે પુત્રી વામિકા મોટી થાય છે ત્યારે તેના જેવી બનવાની પણ કરી છે. વિરાટ કોહલીએ અનુષ્કા અને પુત્રી વામિકાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

‘વુમન્સ ડે’ પર કરીના કપૂરે શેર કરી દીકરાની પહેલી તસ્વીર, જુઓ Cute ફોટો

વિરાટ કોહલીએ શેર કરી પોસ્ટ…

વિરાટ કોહલીની આ તસ્વીરની સાથે લખ્યું છે – ‘બાળકનો જન્મ જોવો, એક વ્યક્તિનો સૌથી હલાવી દેનારો, અવિશ્વસનીય અને આશ્ચર્યજનક અનુભવ હોઇ શકે છે. આ પળનાં સાક્ષી બન્યા બાદ આપ મહિલાઓની અસલી તાકત અને દિવ્યતા સમજાય છે. આપ સમજો છો કે, ભગવાને તેમની અંદર જીવન કેમ બનાવ્યું છે. આ એટલે છે કારણ કે તે આપણી સરખામણીએ વધુ મજબૂત છે.’

વિરાટએ વધુમાં લખ્યું છે કે, ‘મારા જીવનનાં સૌથી પ્રખર, દયાળુ અને મજબૂત મહિલાને મલિહા દિવસની શુભકામના. સાથે તેને પણ વધામણાં જે તેની મા જેવી જ બનવાની છે. દુનિયાની તમામ અદભૂત મહિલાઓને પણ મહિલા દિવસ મુબરક હો.’

વિરાટ કોહલીએ જે અંદાજમાં મહિલા દિવસની વધામણી આપી છે તે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. કેટરીના કૈફ, વાણી કપૂર, બિપાશા બાસુ, યજુવેન્દ્ર ચહલ જેવા સેલેબ્સે પણ વિરાટની પોસ્ટ પર કમેન્ટ કરી છે અને તેને પ્રેમ આપ્યો છે. અને ફેન્સ તેનાં પર ખુબ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. અને અન્ય ફેન્સ પણ ખુબ કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે. વિરાટ હંમેશાં અનુષ્કા શર્માને પોતાનું જીવન વધુ સારું બનાવવા માટે એક સ્ત્રી કહે છે. વિરાટ કોહલીનું કહેવું છે કે અનુષ્કાએ તેને એક ઉત્તમ વ્યક્તિ બનાવ્યો છે.

વિરાટ કોહલીએ 11 જાન્યુઆરીનાં ટ્વિટ કરીને દીકરીનાં જન્મની વાત કરી હતી. વિરાટ અનુષ્કાએ તેમની દીકરીનું નામ વામિકા રાખ્યું છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા પુત્રીના આગમન વિશે માહિતી આપી હતી, ત્યારબાદ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ