વોડાફોન આઇડિયાના આ ચાર નવા પ્લાનમાં મળશે દરરોજ 3જીબી ડેટા, આ રહ્યું લિસ્ટ

By | March 11, 2021

Vodafone idea Launches 4 New Prepaid Plans

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા એ ચાર નવા પ્લાન્સ લોન્ચ (vodafone idea new prepaid plans) કર્યા છે. વોડાફોન આઈડિયાએ આ પ્લાન તેના પ્રીપેડ ગ્રાહકો માટે લાવ્યું છે. આ પ્રીપેડ પ્લાનમાં 401 રૂપિયા, 501 રૂપિયા, 601 રૂપિયા અને 801 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. વોડાફોન આઈડિયાએ તેના 499 રૂપિયાના પોસ્ટપેઈડ પપ્લાનમાં પણ બદલાવ કર્યો છે.

Vi 401 Prepeaid Plan

401 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં કંપની ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા અને 100 એસએમએસ આપે છે. આ પ્લાનમાં 16જીબી એક્સ્ટ્રા ડેટા પણ કંપની તરફથી આપવામાં આવે છે. Viના આ પ્લનામાં ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસનું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રી માં આપવામાં આવે છે.

આ ઉપરાંત Vi Movies અને Tvનું એક્સેસ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલ સાથે 28 દિવસની વેલેડિટી આવે છે. સાથે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ એડ નાઈટ અને વિકેન્ડ રોલઓવર ડેટા બેનિફિટ્સ પણ મળે છે.

Vi 501 Prepaid Plan

501 રૂપિયા વાળા પ્રિપેડ પેકમાં અનલિમિટેડ કોલિંગ અને 75 જીબી ડેટા 56 દિવસ માટે આપવામાં આવે છે. આ પ્લાન સાથે ગ્રાહકોને એક વર્ષ માટે ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ અને Vi Movies અને Tv એક્સેસ પણ આપવામાં આવે છે.

Vi new plan 401, 501, 601, 801

Vi 601 Prepaid Plan

601 રૂપિયા વાળા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 56 દિવસની વેલિડિટી મળે છે. આમ ડેઇલી 3જીબી ડેટા અને 100 એસએમએસ પણ મળે છે. સાથે લોકલ અને નેશનલ અનલિમિટેડ કોલિંગ પણ મળે છે.

આ પ્લાનમાં 16જીબી એક્સ્ટ્રા ડેટા પણ કંપની આપે છે. ઉપરાંત ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસનું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રી માં આપવામાં આવે છે. સાથે હાઈસ્પીડ ઈન્ટરનેટ અને વિકેન્ડ રોલઓવર ડેટા બેનિફિટ્સ પણ મળે છે.

Vi 801 Prepaid Plan

801 રૂપિયા વાળા પ્રીપેડ પ્લેનમાં 84 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 100SMS મળે છે. આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા મળે છે.

સાથે ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસનું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રી, Vi movies અને Tv એક્સેસ પણ ફ્રી મળે છે. આની વેલિડિટી 28 દિવસની રહેશે. ઉપરાંત હાઈસ્પીડ ઈન્ટરનેટ એડ નાઈટ અને વિકેન્ડ રોલઓવર ડેટા બેનિફિટ્સ પણ મળે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ