PM નરેન્દ્ર મોદીના ભાષણો કોણ લખે છે? જાણો PMO એ શું આપી માહિતી

By | March 3, 2021

Who Writes Narendra Modi Speech Every Day? Read PMO Replies

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતાના દમદાર ભાષણો માટે જાણીતા છે. ‘મન કી બાત’ (Mann Ki Baat) હોય, સંસદમાં ભાષણ હોય, વિશ્વ મંચ પર સંબોધન, બાળકો સાથે ચર્ચા હોય કે પછી બીજો કોઈપણ કાર્યક્રમ હોય, પીએમ મોદી લગભગ દરરોજ ભાષણ ચોક્કસ આપે છે. બીજેપીની સભાઓ (BJP Rallies) અને ચૂંટણીની જાહેરસભાઓમાં (Election Campaign) વડાપ્રધાન મોદીને સાંભળવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે.

નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે અને અનોખા અંદાજમાં વિપક્ષ પર હુમલાઓ કરીને જે વળતા જવાબ આપે છે તેનાથી દરેકના મનમાં એક સવાલ જરૂર ઉઠે કે વડાપ્રધાનના આ ભાષણ કોણ લખે છે. શું પીએમ નરેન્દ્ર મોદી જાતે તેને લખે છે કે કોઈ અન્ય તૈયાર કરે છે? ભાષણ લખનારી ટીમમાં કોણ-કોણ હોય છે? તેમને કેટલા રૂપિયા મળે છે?

આઈશાના મોતનો પતિ આરિફને કોઈ રંજ નહીં, મારે અન્ય યુવતી સાથે…

પીએમ મોદીના ભાષણો વિશે માહિતી મેળવવા ખાનગી સમાચાર સંસ્થા અંગ્રેજી વેબસાઇટ ‘ઈન્ડિયા ટુડે’ એ માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ અરજી કરી હતી. આવો જાણીએ પીએમ મોદીની સ્પીચને લઈ વડાપ્રધાન કાર્યાલયે શું જવાબ આપ્યા…

નરેન્દ્ર મોદીના ભાષણ વિશે PMO નો જવાબ

RTIના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે (PMO) જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી પોતાના ભાષણોને અંતિમ રૂપ જાતે આપે છે. જે પ્રકારની ઇવેન્ટ હોય છે, તે મુજબ જ પીએમને અલગ-અલગ વ્યક્તિઓ, અધિકારીઓ, વિભાગો, એકમો, સંગઠનો વિશેની જાણકારી આપવામાં આવે છે. આ જાણકારીના આધાર પર અંતિમ રૂપથી ભાષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ જાતે તૈયાર કરે છે.

PMOએ આ સવાલોના જવાબ ન આપ્યા

વડાપ્રધાન કાર્યાલય (PMO) ને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું વડાપ્રધાનના ભાષણ લખવા માટે કોઈ ટીમ છે? જો હા તો તેમાં કેટલા સભ્ય છે? તેમને કેટલી સેલરી મળે છે? જોકે, PMO એ આ સવાલોના જવાબ ન આપ્યા.

નરેન્દ્ર મોદીની સૌથી મોટી અને અસાધારણ વાત તેમની ભાષણ આપવાની કળા છે. અને તેઓ પોતાની આ કળાથી જ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. વિકાસ અને અન્ય મુદ્દાઓ પર તેઓ જેટલી સ્પષ્ટતા અને પ્રભાવી રીતે પોતાની વાત રજૂ કરે છે, કોઈ તૈયારી વગર પણ તેમના ભાષણ લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમની વિશેષતા છે કે પોતાની આ આગવી શૈલીથી કોઈપણ શ્રોતા વર્ગ સાથે સંબંધ સાધી લે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાલી ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેમના પ્રશંસકો છે. પીએમ નરેન્દ્ર મોદીનો અમેરિકા (USA) માં હ્યુસ્ટન(Houston) ના એનઆરજી સ્ટેડિયમ (NRG Stadium) ખાતે ‘Howdy, Modi!’ (કેમ છો મોદી) કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.