હોળીના દિવસે શા માટે છે સફેદ કપડા પહેરવાનો રિવાજ છે, જાણો ખાસ વાતો

By | March 20, 2021

Why is it customary to wear white on the day of Holi?

શાંતિ, માનવતા અને ભાઈચારાનું પ્રતીક છે હોળી. એ રંગ અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર ગુલાલ અને ભીના રંગ લગાવે છે. પણ શું તમે જાણો છો કે કેમ આ દિવસે સફેદ કપડા પહેરવામાં આવે છે. હોળી પર સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ શા માટે જોવા મળી રહ્યો છે. તેની સાથે આ કારણ જોડાયેલા છે. તો આજે તમને જણાવીએ એ કારણો વિશે.

હોળીમાં શા માટે લોકો પહેરે છે સફેદ કપડાં ?

મહિલાઓ અને પુરુષો હોળીના દિવસે રિવાજ અનુસાર સફેદ કપડા પહેરવાનું ચલણ છે. હોળી પહેલા મહિલાઓમાં સફેદ કુર્તી અને પુરુષોમાં સફેદ રંગના કુર્તાની ખરીદીનો ક્રેઝ રહે છે. અનેક યુવતીઓ સફેદ રંગનો દુપટ્ટો લે છે તો કોઈ કલરફૂલ. સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને આ દિવસે લોકો ભાઈચારા અને માનવતા દેખાડવા માટે સફેદ કપડા પહેરે છે.

White Clothes, Holi 2021, Holi Festival, Holika Dahan, Holi Muhurat

સફેદ રંગ પર દરેક રંગ ખૂબ જ સારી રીતે ખીલે છે. સાથે જ સફેદ રંગ મોટા કૂલ લૂક અને ક્લાસી લૂક આપે છે. આ કારણે હોળીના દિવસે સફેદ કપડાની વાત અલગ જ રહે છે. લુક સિવાય પણ લોકો સફેદ કપડા એટલા માટે પહેરે છે જેથી ગુલાલનો દરેક રંગ સારી રીતે દેખાઈ શકે. સફેદ કપડા એક કેનવાસ જેવા લાગે છે જેની પર રંગોની કલાકારી કરાઈ હોય. હોળીના રંગથી રંગીન બનેલા સફેદ કપડામાં ફોટો સારા આવે છે અને મન ખુશ થઈ જાય છે.

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં

શાસ્ત્રોમાં શું કારણ આપ્યું છે…

શાસ્ત્રોના અનુસાર હોળીનો તહેવાર બુરાઈ પર સચ્ચાઈના વિજયનું પ્રતીક છે. હોળીનો તહેવાર 2 દિવસનો હોય છે. પહેલા દિવસે હોળીકા દહન કરાય છે. હોળિકા દહનની આ વાર્તા છે કે હિરણ્યકશ્યપ પોતાના દીકરા પ્રહલાદની વિષ્ણુ ભક્તિથી નાખુશ થયા અને સાથે એક દિવસ હિરણ્યકશ્યપની બહેન હોળિકા, પ્રહલાદને મારવાના ઈરાદાથી પોતાના ખોળામાં લઈને શૈય્યા પર બેઠી. પ્રહલાદ ફક્ત ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરતો રહ્યો જેનાથી તે સુરક્ષિત રહી શકે અને હોળિકાનું દહન થઈ ગયું. આ રીતે સચ્ચાઈ અને અચ્છાઈ પર જીત હાંસલ કરી. માટે સચ્ચાઈ, સત્યનું પ્રતીક માનવામાં આવે છે સફેદ રંગ.

હોળીનું શુભ મૂહૂર્ત – Holi 2021 Muhurat

આ વર્ષે રવિવાર 28 માર્ચ 2021એ હોળિકા દહન થશે. તેનું મૂહૂર્ત સાંજે 6.38 મિનિટથી લઈને 8.56 મિનિટ સુધી રહેશે. આ સાથે જ રંગનું પર્વ ધૂળેટી 28 માર્ચ 2021એ સવારે 03 વાગે 27 મિનિટથી શરૂ થશે અને 29 માર્ચ 2021એ રાત્રે 12 વાગે 17 મિનિટ પર સમાપ્ત થશે.

આધાર કાર્ડ લિંક છે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો મળશે, અહીં જાણો


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ