શું આપને ખબર છે સેવિંગ ખાતામાં પૈસા ઉપાડવા અને ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી હોય છે?
Saving Account limit for withdraws & transactions - મોટાભાગના નોકરિયાત લોકો પાસે બચત ખાતું હોય છે અને નાની મોટી રકમ ભેગી કરવા આ બચત ખાતાનો ઉપયોગ થતો હોય છે. સાથે અન્ય રોજિંદા વ્યવહારો માટે આ ખાતાનો ઉપયોગ થાય છે. આમ સેવિંગ ખાતામાં 2.70% થી 5.25% જેટલું વાર્ષિક વ્યાજ મળી શકે છે. વ્યાજદર ખાતામાં રહેલી રકમ પર નક્કી થતો હોય છે.
આમ બચત ખાતા ના કારણે લોકોને ડેબિટ કાર્ડ, ચેકબુક સહિતની સુવિધાઓ પણ મળે છે. જયારે બીજી બાજુ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ માટે પણ બેંકો આગ્રહ કરે છે. જે માટે દરેક બેંકોના અલગ-અલગ નિયમો હોય છે. સેવિંગ ખાતામાં આમ ઘણી સુવિધાઓ મળે છે પણ તેમાં નાણાકીય વ્યવહારો અને ડિપોઝીટ કરવા માટે કેટલાક નિયંત્રણ હોય છે. આ નિયમો ખાતાધારકો અને આવકવેરા વિભાગની અનુકૂળતા માટે હોય છે.
માટે બચત ખાતા વિશે ઘણું જાણવું જરૂરી છે.
ડિપોઝિટ માટેની મર્યાદા - Limit for Deposit
બચત ખાતામાં રોકડ ડિપોઝીટ કરવી એકદમ સરળ છે. તમારે શાખામાં જઈને ડિપોઝીટ સ્લીપ ભરવાની જરૂર પડે છે. પરંતુ ડિપોઝીટ કરતી સમયે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે કે મર્યાદાથી વધુ ડીપોઝિટ ન થઈ જાય. આમ બચત ખાતામાં રોકડ જમા કરવાની મર્યાદા 1 લાખ રૂપિયાની છે. બચત ખાતામાં 1 લાખથી વધુ રૂપિયા જમા કરાવવાથી ઈન્ક્મટેક્સ વિભાગ આપણી પાસે જવાબ માંગી શકે છે.
બેનામી વ્યવહારો રોકવા માટે કાયદા પણ બનાવવામાં આવ્યા છે. કાયદા મુજબ બેન્કિંગ સંસ્થાઓએ કરંટ ખાતા સિવાયના ખાતામાં 10 લાખ રૂપિયા કે તેથી વધુના ટ્રાન્ઝેક્શનની જાણ તંત્રને કરવાની રહે છે. જેથી આ કાયદાથી સાવચેત રહેવાની પણ જરૂર છે.
સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, બોન્ડ અથવા ડિબેન્ચરમાં રોકાણ કરતા લોકોએ રોકડ ઇન્ફ્યુઝન 10 લાખ રૂપિયાની મર્યાદાથી ના વધે તેનું પણ ચોક્કસ ધ્યાન રાખવાનું હોય છે.
Comments
Post a Comment